ગણદેવી તાલુકાની શિક્ષક મંડળીની 75મી વાર્ષિક સાધારણ સભામાં અમૃત પર્વની ભવ્ય ઉજવણી

SB KHERGAM
0

     

ગણદેવી તાલુકાની શિક્ષક મંડળીની 75મી વાર્ષિક સાધારણ સભામાં અમૃત પર્વની ભવ્ય ઉજવણી

ગણદેવી તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 75મી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રામીબેન આમલીઅન હોલ, સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી.

અમૃત પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મંડળી દ્વારા 25 નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 7 વિદ્યાર્થીઓ, 4 શિક્ષકો, મુખ્ય શિક્ષકો તેમજ 5 શાળાઓને સન્માનિત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન રિકરિંગ ખાતા યોજના અંતર્ગત ફિક્સ ગિફ્ટ યોજનામાં 54 ખાતાધારક સભાસદોને પ્રોત્સાહક ભેટો અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ડ્રો પદ્ધતિ દ્વારા ઇનામી યોજનાનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સોસાયટીના મંત્રીશ્રી અજુવેન્દ્રભાઈએ સોસાયટીના વહીવટી અને નાણાકીય અહેવાલ રજૂ કરીને વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

આ પ્રસંગે સોસાયટીના માજી પ્રમુખશ્રી ગોવિંદભાઈ, ધીરજભાઈ અને રાજેશભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને સોસાયટીની વિકાસયાત્રા અને સહકાર ભાવનાને બિરદાવી હતી. તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ, ટીપીઓશ્રી રાજેશભાઈ ઝાલરિયા તથા ટીપીઓશ્રી (ખેરગામ) મનીષભાઈ પરમારે પણ સભાને સંબોધી શિક્ષકોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


અમૃત પર્વની વિશેષ ઉજવણી અંતર્ગત મંડળી દ્વારા તમામ સભાસદ શિક્ષકો માટે પ્રોત્સાહક ભેટ તેમજ તાલુકાની તમામ શાળાઓ માટે પણ વિશેષ પ્રોત્સાહક ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર તથા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top