નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.
તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫
આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યકુશળતા તથા વિશ્વસનીયતાને માન્યતા આપે છે.
આ વિશેષ ક્ષણે નવસારી જીલ્લા સંઘના અને ખેરગામ તાલુકા સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ (નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક, મહામંત્રી શ્રી હેમંતસિંહ ચૌહાણ (નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ (ખેરગામ તાલુકા શિક્ષક સંઘ), મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ (ખેરગામ તાલુકા શિક્ષક સંઘ), સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી મનોજભાઈ પટેલ (નવસારી જિલ્લા સંગઠન મંત્રી) અગ્રણીઓએ ધર્મેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપી છે.
આ ઉપરાંત, અન્ય હોદ્દેદારો અને શિક્ષક સમુદાયના સભ્યો પણ આ ખુશીમાં ભાગીદાર બન્યા છે. આ બધાના આશીર્વાદથી ધર્મેશભાઈ પટેલની નવી જવાબદારીઓ વધુ મજબૂત બનશે.
ધર્મેશભાઈ પટેલની આ વરણી શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉર્જા લાવશે. તેઓ ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળામાં ઉપ શિક્ષક તરીકે તેમની સમર્પણથી જાણીતા છે. હવે જિલ્લા સ્તરે તેમની ભૂમિકા શિક્ષકોના હિતોનું રક્ષણ કરવા અને શિક્ષણના માનદંડોને ઊંચા લઈ જવામાં મહત્વની રહેશે. આપણે બધા તેમને આ નવી જવાબદારીમાં સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ આપીએ.